ગુજકેટ (ગુજરાત સામાન્ય પ્રવેશ પરીક્ષા) એ એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટેની વાર્ષિક પ્રવેશ પરીક્ષા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસએચએસઇબી) દ્વારા પરીક્ષાની દેખરેખ રાખવામાં આવે છે. તેમ છતાં, પ્રવેશ અને પરામર્શ પ્રક્રિયા વ્યવસાયિક અભ્યાસક્રમો માટેની પ્રવેશ સમિતિ (એસીપીસી) દ્વારા હાથ ધરવામાં આવે છે.
આ પરીક્ષાનો અભ્યાસક્રમ શિક્ષણ વિભાગના એચએસસી (વિજ્ઞાન) પ્રવાહ (વર્ગ 12) માટેના અભ્યાસક્રમમાં આધારિત છે.
ગુજકેટ માટે પરીક્ષા માળખું :
ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે નીચે મુજબના વિષયોના બહુવિકલ્પ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલ પ્રશ્નો, ગુણ અને સમય રહેશે .
વિષય                              પ્રશ્નો            ગુણ                    
ભૌતિકવિજ્ઞાન                   40                 40   
રસાયણશાસ્ત્ર                     40                40                   
જીવવિજ્ઞાન / ગણિત           40                 40
કુલ સમય - 180  મિનિટ 
ગુજકેટ માટેના પ્રશ્નપત્રોનું સ્વરૂપ :
બહુવિકલ્પ પ્રકારનું હેતુલક્ષી (MCQ) પ્રશ્નપત્ર રહેશે, જવાબમાં ચાર વિકલ્પો આપવામાં આવશે, જેમાંથી એક વિકલ્પ સાચો હશે.
મૂલ્યાંકન પદ્ધતિ : 
ઉત્તરપત્રિકા OMR સિદ્ધાંત આધારે ચકાસણી કરવામાં આવશે. કમ્પ્યુટર દ્વારા પ્રત્યુત્તરનું  વાંચન કરી ગુણાંકન આપવામાં આવશે.
1. દરેક હેતુલક્ષી પ્રશ્નોનો ગુણભાર 01 છે. પ્રત્યેક સાચા જવાબ માટે 01 ગુણ આપવામાં આવશે.
2. એક હેતુલક્ષી પ્રશ્નનો ખોટો જવાબ આપેલ હોય તો 0.25 ગુણ ઓછા કરવામાં આવશે.
3. એક જ હેતુલક્ષી પ્રશ્નના ચાર વિકલ્પો પૈકી વિદ્યાર્થીએ બે કે તેથી વધુ વિકલ્પો ઉપર નિશાની કરેલ હશે તો 01 ગુણ ઓછો કરવામાં આવશે.
4. ઉમેદવાર સાચા પ્રત્યુત્તર માટે પોતે ચોક્કસ ન હોય તો સલાહ છે કે તેઓએ તેવા હેતુલક્ષી પ્રશ્નનો પ્રત્યુત્તર આપવનું ટાળવું કે જેથી ગુણ ઓછા થાય નહીં.
5. ઉત્તરપત્રિકામાં બે જગ્યાએ પ્રશ્નપુસ્તિકાનો પ્રકાર (A, B, C, D) પ્રિન્ટ કરેલ હશે. તેમ જ ઉમેદવારે પ્રશ્નપુસ્તિકામા ઉપર પ્રિન્ટ થયેલ પ્રકાર (A, B, C, D) ચેક કરીને ઉત્તરપત્રિકા, પત્રક - 01, પ્રવેશપત્રમાં વિગતો ભરીને સહી આપેલ છે. તેથી મૂલ્યાંકન માટે ઉત્તરપત્રિકા ઉપર પ્રિન્ટેડ પ્રકાર જ આખરી ગણાશે.
 
                                                    
                                                    
                                                    
                                                    ભૌતિકશાસ્ત્ર
- વિદ્યુત ભારો અને ક્ષેત્રો 
 - સ્થિતવિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ 
 - પ્રવાહવિદ્યુત, વિદ્યુત કરંટ ની ચુંબકીય અસરો 
 - ચુંબકત્વ અને દ્રવ્ય 
 - વિદ્યુતચુંબકીય પ્રેરણ 
 - પ્રત્યવર્તી પ્રવાહ 
 - વિદ્યુતચુંબકીય તરંગો 
 - કિરણ પ્રકાશશાસ્ત્ર 
 - તરંગ પ્રકાશશાસ્ત્ર 
 - વિકિરણ અને દ્રવ્યની દ્વૈતપ્રકૃતિ 
 - પરમાણુ 
 - ન્યુક્લિયસ
 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ - દ્રવ્ય, રચનાઓ અને સાદા પરીપથો